પુરસ્કારની ગણત્રી પત્રક

Sunday, 15 June 2025

વાંચેલા કરતાં ગાયેલું વધુ યાદ રહે છે!

 વાંચેલા કરતાં ગાયેલું વધુ યાદ રહે છે!


ભણતરમાં સંગીતના માહાત્મ્યની વાત કરતી વખતે (A) પ્લેટોએ એના પુસ્તક 'રિપબ્લિક' માં એવું પણ કહ્યું છે કે ગણિત, ઈતિહાસ અને વિજ્ઞાન જેવા (શુષ્ક લાગી શકે એવા ગદ્યાળુ) વિષયોને પણ ગીતો-જોડકણામાં ઢાળીને શીખવવામાં આવે તો બાળકો એ જ્ઞાન આસાનીથી ગ્રહણ કરી શકે.


વાત જરાય ખોટી નથી. જૂના જમાનાના વડીલો નાનપણમાં પલાખા એટલે કે ગુણાકારના ઘડિયા બે દુ ચાર, બે તરી છથી માંડીને બે અડધા એક, ત્રણ અડધા દોઢની ગણતરીઓ લખી લખીને નહીં બલ્કે ગાઈ ગાઈને શીખ્યા હતા. એ જમાનામાં (જ્યારે સમાજના તમામ વર્ગ-વર્ણ-ધર્મનાં બાળકો મોટાભાગે એક જ શાળામાં ભણતા એ યુગમાં) માસ્તર પલાખા ભણાવતા હોય ત્યારે શાળાની બાજુમાંથી કોઈ પસાર થાય તો અંદરથી એને બાળકો રાગડા તાણતાં સંભળાય. તેર છક ઈઠોતેર, તેર સત્તા એકાણુ. એ રાગડા-બરાડામાં એક લય હોય અને એ લયને લીધે પાડા-પલાખા-ઘડિયા માણસના મનમાં એટલા ઊંડા કોતરાઈ જતા કે એ રીતે ભણેલું બાળક આજે 90 વર્ષનો વૃદ્ધ હોય તો પણ અડધી રાતે ઉઠાડીને એને સવાના ઘડિયા પૂછીએ તો એ કડકડાટ બોલવા લાગશેઃ એક સવા સવા, બે સવા અઢી, ત્રણ સવા પોણા ચાર. આવી ભવ્ય માસ્ટરી પાછળનાં બે કારણો આ છેઃ ચિક્કાર


પુનરાવર્તન અને લય. માટે પ્લેટોની વાત ખોટી નથી. ગણિત-વિજ્ઞાન-ઇતિહાસ પણ (શક્ય તેટલી હદે) લયમાં ભણાવો.


આ મામલે પ્લેટોએ વધુમાં એમ પણ કહ્યું છે કે પ્રત્યેક વિષયનું શિક્ષણ સંગીતમય બનાવવું જોઈએ એ ખરું, પરંતુ કોઈ છોકરું વિષયને રસાળ અને આસાન બનાવાયા પછી પણ એ વિષય શીખવા ન માગતું હોય તો એને એ વિષય પરાણે ન ભણાવવો જોઈએ. પ્લેટોએ 'રિપબ્લિક'માં લખ્યું છે, ‘બાળકોનાં મગજમાં માહિતી અને સૂચનાઓ રેડર્વા જોઈએ એ વાત સાચી, પરંતુ એ કાર્ય ફરજિયાત ન હોવું જોઈએ, કારણ કે મુક્ત માનવી જ્ઞાન મેળવવા બાબતે પણ


મુક્ત હોવો જોઈએ. પરાણે મેળવેલું-લદાયેલું જ્ઞાન આમ પણ મગજમાં ચોંટતું નથી, એ પછી તરત ખરી પડે છે. માટે શિક્ષણમાં મજબૂરી (ફરજિયાતપણા)નું તત્ત્વ ન હોવું જોઈએ. શિક્ષણ ગમ્મતરૂપ હોવું જોઈએ. આનો (જે ભણવું હોય તે ભણવાની અને જે ન ભણવું હોય તે ન ભણવાની છૂટો) ફાયદો એ થશે કે કે એને લીધે બાળકોનો કાનો -સ્વાભાવિક ઝુકાવ પહેલેથી જાણી શકાશે.


વહેલામાં વહેલી તકે બાળકની કુદરતી પ્રતિભા-વલણ-આવડતો-પ્રકૃતિ ઓળખવાનું કાર્ય પ્લેટોને મન ઘણું જ મહત્ત્વનું છે. અસલમાં 'રિપબ્લિક' પુસ્તકમાં દાર્શનિક અને જુવાનિયાઓ, નવરાશની પળોમાં બેઠાં બેઠાં, આદર્શ રાજ્ય રચવાની જે આખી કવાયત કરે છે તેના પાયામાં મુખ્ય મુદ્દો ન્યાયનો છે અને ન્યાયનો એક મુખ્ય મુદ્દો આ છેઃ જે કામની જેનામાં ફાવટ હોય એ કામ એને કરવા મળે તે ન્યાય અને જે કામમાં ફાવટ નથી એ કરવાની લાચારી માણસે વેઠવી પડે એ અન્યાય.


એક વાતની સો વાત દીપક સોલિયા


વળી, પ્લેટો દૃઢપણે એવું માનતો હતો કે સમાજ એકદમ વ્યવસ્થિત રીતે ત્રણ ખાનાં શાસક, રક્ષક, ચાલકમાં વહેંચાયેલો હોય તો જ આદર્શ રાજ્યની રચના શક્ય છે. છોકરું આગળ જતાં આ ત્રણમાંથી કયા ખાનામાં સારી રીતે ગોઠવાઈ શકે તેમ છે એ વહેલામાં વહેલી તકે જાણી લેવું એ પ્લેટોના આદર્શ રાજ્યની રચનાનું એક મુખ્ય અંગ છે.


ખૈર, સમાજને ત્રણ ભાગમાં વહેંચતી પ્લેટોની ત્રિવર્ગી સિસ્ટમ વિશે આગળ જતાં વિગતે વાત કરીશું. અત્યારે


એટલું જાણી લઈએ કે છોકરું પરાણે બધું ભણે એના કરતાં એનામાં જે કુદરતી આવડતો અને વલણો હોય એ જ પ્રમાણેનું એને શિક્ષણ આપવું જોઈએ એવું પ્લેટોએ કહેલું.


પણ આ વાત કહેવા માટે મહાન ફિલોસોફર પ્લેટોની જરૂર નથી. થોડીક પણ બુદ્ધિ ધરાવતો કોઈ પણ સામાન્ય માણસ કહી શકે કે જેને જેમાં રસ હોય તેને તેનું શિક્ષણ આપવું એ જ સેન્સિબલ અભિગમ ગણાય.


70 વટાવી ચૂકેલા અનેક વૃદ્ધો આજે પણ વગર ગણે કહી દેશે : ત્રણ સવા પોણા ચાર


વાત આટલી સાદી હોવા છતાં સવાલ એ છે કે શું દુનિયા આ સેન્સિબલ અભિગમને અનુસરે છે ખરી? ભારતની અને ગુજરાતની વાત કરીએ તો વિદ્યાર્થીને આર્ટ્સ-કૉમર્સ-સાયન્સ વચ્ચે પસંદગી કરવાની છૂટ છેક દસમા ધોરણ પછી અપાય છે. ત્યાં સુધી તો બધાએ બધું ભણવાનું. છોકરાંવનો છૂટકો જ નથી. ગણિત-વિજ્ઞાનમાં અવારનવાર નાપાસ થવા છતાં છોકરાએ દસમા સુધી એ બધું ભણવું તો પડે જ.


આવું કેમ? એ ખરું કે ન ગમતા વિષયો પરાણે શીખનારું બાળક સાથોસાથે એવી પણ 'કેળવણી' મેળવે છે કે જિંદગીમાં બધું ગમતું જ મળે એ જરૂરી નથી, ઘણું એવું પણ મળવાનું જીવનર્મા કે એ ન ગમતું હોવા છતાં એની સાથે પનારો પાડવાં જ પડે.


ખૈર, બાળકને જે વિષયો ત્રાસજનક લાગતા હોય એ પણ તેને ભણાવવા પાછળ બાળકને પહેલેથી જ અણગમતી બાબતોનો જુલમ વેઠવાની તાલીમ આપવાનો 'શુભ આશય’ હોય તો પણ આ નીતિ યોગ્ય છે ખરી? શું કહેવું છે તમારું? "


(ક્રમશ:)

Saturday, 2 July 2022

તમામ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર...👌 સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવેલ E CONTENT સોફટવેર હવે ફોનમા પણ વાપરી શકાસે. 👌 ખૂબ સરસ સોફટવેર છે. બાળકોને એનીમેશન સાથે ભણવાની ખૂબ મજા આવશે. 💥📚E-CONTENT સોફટવેર* ધોરણ વાઈઝ લીંક આપેલી છે. જેમાં *ગણિત, વિજ્ઞાન અને સા.વિ. નું મટેરિયલ છે

 તમામ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર...👌

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવેલ E CONTENT સોફટવેર હવે ફોનમા પણ વાપરી શકાસે.

👌 ખૂબ સરસ સોફટવેર છે. બાળકોને એનીમેશન સાથે ભણવાની ખૂબ મજા આવશે.

*💥📚E-CONTENT સોફટવેર* ધોરણ વાઈઝ લીંક આપેલી છે. જેમાં *ગણિત, વિજ્ઞાન અને સા.વિ. નું મટેરિયલ* છે.


8️⃣  *ધોરણ -8 E-CONTENT સોફટવેર*

http://samagrashiksha.ssagujarat.org/en/e-content


7️⃣  *ધોરણ -7 E-CONTENT સોફટવેર*

http://samagrashiksha.ssagujarat.org/en/e-content


6️⃣ *ધોરણ -6 E-CONTENT સોફટવેર*

http://samagrashiksha.ssagujarat.org/en/e-content


5️⃣ *ધોરણ -5 E-CONTENT સોફટવેર*

http://samagrashiksha.ssagujarat.org/en/e-content


*તમામ વિદ્યાર્થીઓ સુધી પહોચાડો🙏*

Saturday, 18 June 2022

કોરોના વાયરસ નિબંધ 2022

Monday, 3 January 2022

Innovation fair બાળ પ્રયોગ નિદર્શન

બાળ પ્રયોગ નિદર્શન

 શાળા કક્ષા એ બાળ પ્રયોગ નિદર્શન ઈનોવેશન કરવા માટે પ્રયોગની pdf file ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 

👉1.પ્રયોગ ની pdf ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો👍

👉2.પ્રયોગ ની pdf ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો👍

👉3.નામનિદેશન આકૃતિઓ માટે અહી ક્લિક કરો👍